ગોપનીયતા નીતિ (Privacy Policy)
છેલ્લે અપડેટ: 30 સપ્ટેમ્બર 2026
MechGujarati એક સ્વતંત્ર (independent) શૈક્ષણિક વેબસાઇટ છે. તે કોઈ સરકારી વિભાગ, પરીક્ષા સંસ્થા અથવા testing agency સાથે જોડાયેલી નથી. આ પેજમાં સરળ ભાષામાં સમજાવ્યું છે કે અમે તમારી કઈ માહિતી લઈએ છીએ, શા માટે લઈએ છીએ અને તમે તેને કેવી રીતે delete કરાવી શકો છો.
1. અમે કઈ માહિતી લઈએ છીએ
- Profile: નામ, મોબાઇલ / WhatsApp નંબર, Email ID, ઇજનેરી શાખા (branch) અને target exam, જે તમે login / registration form માં ભરો છો.
- Google Sign-in (જો તમે વાપરો): Google તરફથી મળતું નામ અને Email ID.
- Mock test પરિણામ: પેપરનું નામ, સ્કોર, સાચા / ખોટા જવાબોની સંખ્યા, cutoff status અને ટેસ્ટમાં લાગેલો સમય.
- Feedback: તમારો rating, લખેલો પ્રતિસાદ, અને તેની સાથે ભરેલ નામ, મોબાઇલ અને Email.
- ખરીદી (paid package): કયું package ખરીદ્યું, રકમ, તારીખ, validity અને payment gateway તરફથી મળતો Payment ID / Order ID. આ માહિતી access આપવા, receipt અને refund માટે વપરાય છે.
અમે પાસવર્ડ, બેંક / કાર્ડ / UPI PIN વિગતો, આધાર કે અન્ય સરકારી ID નંબર માંગતા કે સાચવતા નથી. પેમેન્ટની વિગતો સીધી payment gateway (Razorpay) ભરે છે અને તેની પોતાની સુરક્ષા અને privacy policy લાગુ પડે છે.
2. માહિતીનો ઉપયોગ શા માટે
- તમને mock test આપવા અને તમારું પરિણામ બતાવવા.
- Leaderboard (practice ranking) બનાવવા.
- પ્રશ્નોમાં ભૂલ સુધારવા અને વેબસાઇટ વધુ સારી બનાવવા માટે feedback વાંચવા.
- જો તમે updates માટે હા પાડી હોય, તો નવા mock tests / materials વિશે જાણ કરવા.
અમે તમારી માહિતી કોઈને વેચતા નથી અને જાહેરાત (advertising) માટે વાપરતા નથી.
3. Leaderboard પર શું જાહેર દેખાય છે
Mock test submit કર્યા પછી leaderboard પર તમારું નામ, શાખા, સ્કોર અને cutoff status બીજા વિદ્યાર્થીઓને દેખાઈ શકે છે. તમારો મોબાઇલ નંબર અને Email ID leaderboard પર ક્યારેય દેખાતા નથી. જો તમે તમારું નામ leaderboard પરથી દૂર કરાવવા માંગતા હો, તો નીચે આપેલ Email પર લખો.
4. માહિતી ક્યાં સચવાય છે
- Google Firebase (Cloud Firestore): Profile, પરિણામ અને feedback Google ના Firebase database માં સચવાય છે. Profile, feedback અને ખરીદીની વિગતો ફક્ત website admin જ જોઈ શકે છે; દરેક વિદ્યાર્થી ફક્ત પોતાનું પરિણામ અને ખરીદી જોઈ શકે છે.
- તમારા browser માં (localStorage): તમારી profile, theme અને એક random ID તમારા જ device પર સચવાય છે, જેથી દરેક વખતે ફરી login ન કરવું પડે. Browser data clear કરવાથી આ માહિતી નીકળી જાય છે.
5. બીજી services
- Google Firebase: database અને Google Sign-in માટે.
- Razorpay: paid package નું પેમેન્ટ લેવા માટે (UPI, card, net banking).
- Cloudflare: વેબસાઇટ ઝડપથી અને સુરક્ષિત રીતે બતાવવા (hosting) માટે.
- Google Fonts: ગુજરાતી અને English fonts બતાવવા માટે.
- WhatsApp / Instagram: ફક્ત ત્યારે જ, જ્યારે તમે share કે Instagram link પર જાતે click કરો.
આ services ની પોતાની privacy policy લાગુ પડે છે.
6. માહિતી કેટલો સમય રાખીએ છીએ
જ્યાં સુધી તમારું account / પરિણામ વેબસાઇટ ચલાવવા માટે જરૂરી હોય ત્યાં સુધી. તમે delete કરવાનું કહો, તો વાજબી સમયમાં (સામાન્ય રીતે 30 દિવસમાં) તમારી profile, પરિણામ અને feedback દૂર કરવામાં આવશે.
7. તમારા અધિકારો
- તમારી કઈ માહિતી અમારી પાસે છે તે જાણવાનો.
- ખોટી માહિતી સુધારવાનો.
- તમારી માહિતી delete કરાવવાનો, અને updates મેળવવાનું બંધ કરાવવાનો.
આ માટે mechgujarati@outlook.com પર તમે registration માં વાપરેલ Email ID પરથી લખો.
8. 18 વર્ષથી નાના વિદ્યાર્થીઓ
આ વેબસાઇટ મુખ્યત્વે ઇજનેરી વિદ્યાર્થીઓ અને ભરતી પરીક્ષાના ઉમેદવારો માટે છે. જો તમારી ઉંમર 18 વર્ષથી ઓછી હોય, તો માતા-પિતા / વાલીની પરવાનગી પછી જ registration કરો.
9. સુરક્ષા
અમે database ના security rules દ્વારા profile અને feedback ને ફક્ત admin સુધી મર્યાદિત રાખીએ છીએ. છતાં internet પરની કોઈ પણ સિસ્ટમ 100% સુરક્ષિત હોતી નથી, તેથી જરૂર ન હોય તેવી સંવેદનશીલ માહિતી feedback માં ન લખો.
10. આ નીતિમાં ફેરફાર
જરૂર પડ્યે આ પેજ અપડેટ થઈ શકે છે. મોટા ફેરફાર થાય તો "છેલ્લે અપડેટ" તારીખ બદલાશે.
11. સંપર્ક
Email: mechgujarati@outlook.com
Instagram: @mechgujarati